Posts

બાજ

मैं ना कलाबाज़, ना तिकडमबाज, पर ये भी जानो ना मैं दगाबाज भी। तेरे पास  तो होंगे सैंकड़ों बाज, प्यारे! मैं तो बजाऊँ बस एक ही बाज,  मांगु बाज नज़र रहे मेरी सदा,  युगोंयुग तव चरणयुग्म पर । --वर्षा शाह 

તરંગી

તરંગ સમુદ્રમાં ઉઠે કિનારેથી પાછા ફરે મનમાં પણ ઉઠે, સીમા જાણી શમે. રહેવાદોને ઉધામા! શા તરંગી બનવાના!  --વર્ષા શાહ 

સહેલું

સહેલો ન શહીદીનો પથ, મરણતોલ  મળે જખમ. એક તિરંગા કફન સાથ, અનેક અરમાનો ય દફન.  --વર્ષા શાહ 

ધરતીનું

ધરતીનું ધ્યાન  અભ્રછાયા આકાશે જો મંડાયું છે,  મેઘાના મિજાજનું  કંઇ એમાં એંધાણ વર્તાયું છે.  રોપાતી આશાઓ,આજ મલક કંઇક મલકાયું છે. ધરતીની કુખમાં હરખે બીજ, ધાનનું વવાયું છે. --વર્ષા શાહ 

આતુર

શંકરસુવન કેસરીનંદન,તેજપ્રતાપ, મહા જગવંદન.  વિદ્યાવાન,ગુણી,અતિચાતુર, રામકાજ કરીબે કો આતુર.  પ્રભુચરિત્ર સુનીબે  કો રસિયા, રામલખનસીતા મન બસિયા.  આતુર આંખો પથરાઇ છે આગમનની રાહ  પર,  જીવતર બધું સમેટાઇ ગયું એ પળની ચાહ પર. -- વર્ષા શાહ 

મૃત

અનેક સંવેદનો ઝીલતી રહી છું, ઉર્મિઓને વાચા આપતી રહી છું, બંધ થશે એમ ખળખળાટ વહેવું  તો જ માનીશ કે હું  મૃત છું!  બાકી અસ્તિત્વ તો શૂન્યનું ય છે હોવું જણાઈ આવે તે અમૃત છે.  વર્ષા શાહ 

હિંમત

હિંમતથી સૌને સતાવે છે  ખેરખાંઓ ને હંફાવે છે. એક વાયરસ દાનવ બનીને, માનવજાત ને ડરાવે છે. અક્ષમ્ય અપરાધોની નોંધ  ચિત્રગુપ્તના ચોપડે નિહાળે છે. દયા છતાં રાખી એ પોતાના ઘરમાં જ કેદ ફરમાવે છે.   ન માને ફરમાન એનું એવા,  હાલત બધાની બગાડે છે.   -વર્ષા શાહ 

બેદરકારી

થોડી ક્ષણોની મળી આપથી, જો રોજ દરકાર, બાકી સમય બેદરકારીનો અમને મંજૂર છે,સરકાર! વર્ષા શાહ  તારીખ 10/7/20ની પોસ્ટ 

સાવધાની

સંબંધોના તાપણાને સંકોરવામાં સાવધાની રાખવી પડે   નહીં  તો ઉષ્માને બદલે આગ મળવા નો સંભવ છે.  સમય ને વાપરવામાં સાવધાની રાખવી પડે નહીં તો જમા થશે વસવસો અને સ્વસ્થતા ઉધાર પણ મળશે નહીં. વર્ષા શાહ 

સક્ષમ

દશરથભાઇ અને ડૉકટર ઉમંગભાઇ રાત્રે વાતો કરતા બેઠા હતા.લગભગ સરખી ઉંમરના વર્ષોજૂના પાડોશીઓ. એક ધંધાદારી,બે વર્ષ કોમર્સના ભણેલા  પણ સંસાર ની આંટીઘૂંટી પચાવી ગયેલા વ્યક્તિ અને બીજા વર્ષો પહેલાં  ડૉકટરી પાસ કરી ચૂકેલા પણ અનુભવથી કાબેલિયત પામેલા સફળ ફિઝિશિયન વ્યક્તિ.પણ બંનેની દોસ્તી એકદમ સાહજિક. કોઇ અંતર નહીં.બંનેના સંતાનો પણ સમજુ અને સારી રીતે  ઠરીઠામ થયેલા.  અેકંદરે બંને સુખી કહેવાય.  આવી જ અસમાનતા  બંનેની પત્નીઓ વચ્ચે. ડૉકટરના પત્ની  લતાબહેન ઇ.એન.ટી.જ્યારે  સુભદ્રાબહેન નાના શહેરમાં મેટ્રિક સુધી પહોંચેલા પણ એમની  વચ્ચે પણ બહેનપણાં ખાસ્સાં. ખરીદી કરવા લતાબહેનના અનુકૂળ સમયે બંને સાથે જતાં. સુભદ્રાબહેનની વ્યવહારપટુતા લતાબહેનને ઘણા પ્રસંગોમાં માર્ગદર્શક  બનતી. અને સાજેમાંંદે ડૉકટર દંપતીની સલાહ મુજબ જ દશરથભાઇનો પરીવાર ચાલતો.  સુભદ્રાબહેન કુટુંબની નાણાકીય બાબતમાં  નહિવત  માથું મારતાં. અેમને એ બાબતમાં  રસ નહોતો  અને અમને રસ લેવાની જરૂર  પણ લાગતી નહોતી  લાગતી. લતાબહેનની બાબતમાં અેવું ન હતું.તેઓપોતાની આવક,ખર્ચ,કરવેરાન...

નિર્ગમન

આજે  રોગ સાથે જરા, થઈ હતી મુલાકાત, શ્વાસ ગણવાની ત્યારથી, થઇ  હતી શરૂઆત.  કાળની  રફતાર વહી, ખૂંચી પળની ખાધ,  દુઃખને ગણીશું નહીં, કરૂં સુખની ખેરાત.  ગઠબંધન ગળતાં હવે, શિથિલ સ્નેહપાશ, કને તે લાગે  અળગું, પારની થતી વાત.  આ શરીરની  સરભરા, તૃષ્ણાનો જ  ઉતાર,  ઘડીઓ વાપરી  ઘણી, ભરવી હવે જકાત.  મોંઘેરી  આ જિંદગી, ના બંદગી ભુલાય,  હરિ માંગુ  આપો  ફરી, તુજ અનુપમ સોગાત.  વર્ષા શાહ 

સંતુલન

दोस्तों! 'संतुलन' के बारे में  विचार करने लगी तो वह तो अपनी सीमाएँ  बढाता ही गया। ये पोस्ट से ही शुरू हो गई संतुलन की सीमा।  मेरी अभिव्यक्ति और आपकी रुचि (लाइनक्स) का संतुलन। हमारा  और घरवालों के मिज़ाज का संतुलन । बाहरी संपर्कवालों से संतुलन (अगर कोई  अनापशनाप बक गया तो हमारा मूड कहाँ  संतुलित  रहेगा बोलो!) हमारी बात छोडीए ,आगे चले तो दो राज्यों के बीच में भी विवाद हो तो संतुलन की आवश्यकता पड जाती है।  विश्व के देशों के बीच भी हमेशा असंतुलितता बनी रहती है।    ब्रहमाण्ड में  भी अगर ग्रह-नक्षत्रों के अंतरंग  संतुलन न रहा तो? 🤔 वर्षा शाह😊

આસમાની

https://quotes.matrubharti.com/111497507

સામાન

जगत में जीव आता है तब और  जगत से जाता है  तब हाथ खाली ही होते हैं लेकिन  जगत में  जीने और पनपने के लिए तो कुछ  सामान और कुछ संबंध तो जरुरी होते ही हैं । विवेक तो सामानकी मात्रा और संबंधोकी सच्चाई बनाये रखने में  है नहीं कि उनको बेमतलब समझने में।    वर्षा शाह 

ઝેન

એક શાંતિપ્રિય અને વિચારવંત  માર્ગ એટલે ઝેન માર્ગ.  મોટી મોટી આફતોમાંથી પસાર થયેલા એક વિવેકી અને ખલેલરહિત દેશ જાપાનમાં એનું અસ્તિત્વ છે. વર્ષા શાહ 

ઉત્સાહી

સફળતા  કે નિષ્ફળતા મળ્યા પછી સાચા પીઠ  થાબડનારા હોય તો ઉત્સાહી  રહેવાય જ, સાથે જે કર્યા પછી અંતરમાં પ્રસન્નતા અનુભવાય ફરીથી તેવું કામ કરવા ઉત્સાહી બની જવાય છે.   વર્ષા શાહ 

જુવાન

મનગમતો સંગ વૃધ્ધને પણ જુવાન બનાવી દે !! ઘૂંટ મનપસંદ યાદોનો નરણા કોઠે પીવાનો, નુસખો આ બતાવ્યો તમને સદા જુવાન રહેવાનો!   વર્ષા શાહ 

હૂંફ

હુંફ પ્રાપ્ત કરવામાં જેટલી આહ્લાદકતા છે                 તેટલી જ  આહ્લાદકતા હૂંફ આપવામાં રહેલી છે,            એ અનુભવાય છે વર્ષા શાહ 

દુષ્ટ

દુષ્ટ થોડા તો કહેવાવાના,  ઉતારી ગયા છે પ્રિયપાત્રને  સાંગોપાંગ જે પોતાનામાં, આજીવન તો નકકી  રહેવાના  માની લે કોઈ ભલે એમને નશામાં.  વર્ષા શાહ 

વિશાળ

Image
विशालाभ्यामाभ्यां किमिह नयनाभ्यां खळुफलं न याभ्यामालीढा परम रमणीया तव तनुः । अयं हि न्यक्कारो जननि मनुजस्य श्रवणयोः ययोर्नान्तयातस्तव लहरिलीलाकलकलः।।