નિર્ગમન

આજે  રોગ સાથે જરા, થઈ હતી મુલાકાત,
શ્વાસ ગણવાની ત્યારથી, થઇ  હતી શરૂઆત. 

કાળની  રફતાર વહી, ખૂંચી પળની ખાધ, 
દુઃખને ગણીશું નહીં, કરૂં સુખની ખેરાત. 

ગઠબંધન ગળતાં હવે, શિથિલ સ્નેહપાશ,
કને તે લાગે  અળગું, પારની થતી વાત. 

આ શરીરની  સરભરા, તૃષ્ણાનો જ  ઉતાર, 
ઘડીઓ વાપરી  ઘણી, ભરવી હવે જકાત. 

મોંઘેરી  આ જિંદગી, ના બંદગી ભુલાય, 
હરિ માંગુ  આપો  ફરી, તુજ અનુપમ સોગાત. 

વર્ષા શાહ 

Comments

Popular posts from this blog

માળો

કિંમતી

ઝેન