સક્ષમ

દશરથભાઇ અને ડૉકટર ઉમંગભાઇ રાત્રે વાતો કરતા બેઠા હતા.લગભગ સરખી ઉંમરના વર્ષોજૂના પાડોશીઓ. એક ધંધાદારી,બે વર્ષ કોમર્સના ભણેલા  પણ સંસાર ની આંટીઘૂંટી પચાવી ગયેલા વ્યક્તિ અને બીજા વર્ષો પહેલાં  ડૉકટરી પાસ કરી ચૂકેલા પણ અનુભવથી કાબેલિયત પામેલા સફળ ફિઝિશિયન વ્યક્તિ.પણ બંનેની દોસ્તી એકદમ સાહજિક. કોઇ અંતર નહીં.બંનેના સંતાનો પણ સમજુ અને સારી રીતે  ઠરીઠામ થયેલા.  અેકંદરે બંને સુખી કહેવાય. 
આવી જ અસમાનતા  બંનેની પત્નીઓ વચ્ચે. ડૉકટરના પત્ની 
લતાબહેન ઇ.એન.ટી.જ્યારે  સુભદ્રાબહેન નાના શહેરમાં મેટ્રિક સુધી પહોંચેલા પણ એમની  વચ્ચે પણ બહેનપણાં ખાસ્સાં. ખરીદી કરવા લતાબહેનના અનુકૂળ સમયે બંને સાથે જતાં. સુભદ્રાબહેનની વ્યવહારપટુતા લતાબહેનને ઘણા પ્રસંગોમાં માર્ગદર્શક  બનતી. અને સાજેમાંંદે ડૉકટર દંપતીની સલાહ મુજબ જ દશરથભાઇનો પરીવાર ચાલતો. 
સુભદ્રાબહેન કુટુંબની નાણાકીય બાબતમાં  નહિવત  માથું મારતાં. અેમને એ બાબતમાં  રસ નહોતો  અને અમને રસ લેવાની જરૂર  પણ લાગતી નહોતી  લાગતી. લતાબહેનની બાબતમાં અેવું ન હતું.તેઓપોતાની આવક,ખર્ચ,કરવેરાની ચૂકવણી વગેરેમાં નિર્ણય લેવામાં સ્વતંત્ર રહેતાં .ઉમંગભાઇ
એમાં માથું મારતા નહીં એમ પારિવારિક બાબતોમાં પણ લતાબહેનના નિર્ણયો જ સર્વોપરી રહેતા. ઉમંગભાઇએ ઘણી બાબતોમાં રસ લેવાનું છોડી દીધું  હતું. એમનું મૌન એમની સંમતિ ગણાઈ જતું
      આજે દશરથભાઇને છાતીમાં દુખાવો થતા તપાસમાં બે બ્લોકેજ જણાઇ આવ્યા હતા તે અંગે ની જ વાતો ચાલતી હતી. દશરથભાઇ સ્વસ્થ  હતા પણ આ નિદાનને  એમણે 
જાણે ચેતવણીરૂપ ગણી લીધું હોય એમ લાગતું  હતું. સારવાર અને સાજા થવાની પુર્ણ ખાતરી હતી છતાં ! ઉમંગભાઇ ની સાથે વાત  કરતાં બોલાયેલું એમનું વાક્ય" મને  મારી  ચિંતા નથી પણ સુભદ્રાની ચિંતા થાય છે." બીજા રુમમાંથી આવતાં એમને કાને પડ્યું.આજ પહેલીવાર  પોતાની સ્વતંત્રતાની સામે સુભદ્રાબહેનની આધીનતા ચડિયાતી લાગી. સક્ષમ હોવાનું ગૌરવ આ કાળજીભર્યા વાક્યે જાણે ઝાંખુ કરી દીધું 
-- વર્ષા શાહ 

Comments

Popular posts from this blog

માળો

કિંમતી

ઝેન