Posts

બાજ

मैं ना कलाबाज़, ना तिकडमबाज, पर ये भी जानो ना मैं दगाबाज भी। तेरे पास  तो होंगे सैंकड़ों बाज, प्यारे! मैं तो बजाऊँ बस एक ही बाज,  मांगु बाज नज़र रहे मेरी सदा,  युगोंयुग तव चरणयुग्म पर । --वर्षा शाह 

તરંગી

તરંગ સમુદ્રમાં ઉઠે કિનારેથી પાછા ફરે મનમાં પણ ઉઠે, સીમા જાણી શમે. રહેવાદોને ઉધામા! શા તરંગી બનવાના!  --વર્ષા શાહ 

સહેલું

સહેલો ન શહીદીનો પથ, મરણતોલ  મળે જખમ. એક તિરંગા કફન સાથ, અનેક અરમાનો ય દફન.  --વર્ષા શાહ 

ધરતીનું

ધરતીનું ધ્યાન  અભ્રછાયા આકાશે જો મંડાયું છે,  મેઘાના મિજાજનું  કંઇ એમાં એંધાણ વર્તાયું છે.  રોપાતી આશાઓ,આજ મલક કંઇક મલકાયું છે. ધરતીની કુખમાં હરખે બીજ, ધાનનું વવાયું છે. --વર્ષા શાહ 

આતુર

શંકરસુવન કેસરીનંદન,તેજપ્રતાપ, મહા જગવંદન.  વિદ્યાવાન,ગુણી,અતિચાતુર, રામકાજ કરીબે કો આતુર.  પ્રભુચરિત્ર સુનીબે  કો રસિયા, રામલખનસીતા મન બસિયા.  આતુર આંખો પથરાઇ છે આગમનની રાહ  પર,  જીવતર બધું સમેટાઇ ગયું એ પળની ચાહ પર. -- વર્ષા શાહ 

મૃત

અનેક સંવેદનો ઝીલતી રહી છું, ઉર્મિઓને વાચા આપતી રહી છું, બંધ થશે એમ ખળખળાટ વહેવું  તો જ માનીશ કે હું  મૃત છું!  બાકી અસ્તિત્વ તો શૂન્યનું ય છે હોવું જણાઈ આવે તે અમૃત છે.  વર્ષા શાહ 

હિંમત

હિંમતથી સૌને સતાવે છે  ખેરખાંઓ ને હંફાવે છે. એક વાયરસ દાનવ બનીને, માનવજાત ને ડરાવે છે. અક્ષમ્ય અપરાધોની નોંધ  ચિત્રગુપ્તના ચોપડે નિહાળે છે. દયા છતાં રાખી એ પોતાના ઘરમાં જ કેદ ફરમાવે છે.   ન માને ફરમાન એનું એવા,  હાલત બધાની બગાડે છે.   -વર્ષા શાહ